DEDIAPADAGUJARATNARMADA

માતાની નજર સામે દીપડાએ 9 વર્ષની બાળકીને ઉપાડી ગયો, શ્રેયલ બેભાન હાલતમાં મળી

માતાની નજર સામે દીપડાએ 9 વર્ષની બાળકીને ઉપાડી ગયો, શ્રેયલ બેભાન હાલતમાં મળી

તાહિર મેમણ – ડેડીયાપાડા – 31/05/2025 – દીપડાએ 8 વર્ષીય બાળકીને ફાડી ખાતા થતા તાલુકાવાસીઓએ સાગબારા પોલીસ મથકને બાન માં લીધું આદિવાસી સમાજના આગેવાનોએ આવા દીપડાઓને પકડવા શુ એક્શન લેવાશે તે માટે સાગબારા આરએફઓ પાસે લેખિતમાં પત્ર લીધો સાગબારા વન વિભાગ પાસે માત્ર 10 પાંજરાઓ હોવાનો આરએફઓએ સ્વીકાર્યું સાગબારા નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર લોકોએ ચક્કાજામ કર્યો
તાલુકામાં રાત્રી દરમ્યાન ખેતી માટે વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતોમાં ભય નો માહોલ દિવસે વિજ પુરવઠો મળે તેવી માંગ આગેવાનો દ્વારા કરવામાં આવી

સાગબારા તાલુકાના એક ગામની 8 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારી દેતા
સાગબારા પોલીસ મથકે તાલુકાના મોટી સંખ્યામાં લોકો ના ટોળેટોળા એકઠા થઇને પોલીસ મથકે હલ્લો બોલાવ્યો હતો. અને પોલીસ મથકને બાન માં લીધું હતું.

મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના કોલવાણ ગામની 8 વર્ષીત બાળકી શ્રેયલ વિશાલભાઈ વસાવા ઉપર આજે દીપડાએ હુમલો કરી બાળકીને ફાડી નાખી મોત ને ઘાટ ઉતારી હતી.જેના વિરોધમાં મોડી સાંજે સાગબારા પોલીસ મથકે તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોક ટોળાઓ ઉમટી પડ્યા હતા અને પોલીસ મથકે હલ્લો બોલાવી બાન માં લીધું હતું. અને એકજ માંગ કરી હતી કે સાગબારા તાલુકામાં વન વિભાગ દ્વારા છોડવામાં આવેલા દીપડાઓને પકડવામાં આવે.સાગબારા પોલીસ મથકે લોકોના ટોળાઓ ના ટોળાઓ એકઠા થઇ સાગબારા નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 753 બી ઉપર ચક્કા જામ કર્યો હતો.

આદિવાસી સમાજના આગેવાન એવા ડો.શાંતિકર વસાવા, ડો.દયારામ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને લોકો સાગબારા પોલીસ મથકે એકત્ર થઈને હલ્લો બોલાવ્યો હતો અને વન વિભાગના અધિકારીને બોલાવ્યા હતા. અને પૂછ્યું હતું કે અમારા સમાજના લોકોએ વારંવારની અરજીઓ આપવા છતાં વન વિભાગે કોઈ પગલાં કેમ ન લીધા? બાળકીને દીપડાએ ફાડી નાખ્યા ના બનાવ બાદ આરએફઓ કલાકો સુધી ઘટના સ્થળે ન પહોંચતા આદિવાસી સમાજના આગેવાનો એ આરએફઓ પાસે તેને જવાબ માંગતા આરએફઓ જવાબ આપી શક્યા ન હતા.ડો.શાંતિકર વસાવાએ જણાવ્યું હતું કે સાગબારા તાલુકામાં વન વિભાગ દ્વારા 100 જેટલા દીપડાઓને છોડવામાં આવ્યા હોવાનું જણાવી આરએફઓ પાસે અહીં કેટલા પિંજરાઓ છે ત્યારે આરએફઓ એ કહ્યું હતું કે માત્ર 10 પિંજરાઓ છે.

ત્યારે બીજી તરફ આરએફઓ એ આગેવાનોને જણાવ્યું હતું કે આવતીકાલ સાંજ સુધીમાં બાળકીના પરિવારને ચેક આપી દેવાશે ત્યારે લોકોએ હુરિયો બોલાવી જણાવ્યું હતું કે શું અહીં અમે બાળકીના રૂપિયા લેવા માટે એકઠા થયા છે. આદિવાસી સમાજમાં તાલુકામાં છોડવામાં આવેલા દીપડાઓને કારણે ભય નો માહોલ છે.ત્યારે તાલુકામાં ખેડૂતોમાં ભય ચારેતરફ ફેલાયો છે. કારણકે જીઈબી દ્વારા ખેતીકામ માટે વીજ પુરવઠો રાત્રી દરમ્યાન આપવામાં આવતા ખેડૂતો પાણી છોદવા માટે દીપડાઓને ભયના કારણે જઇ શકતા નથી.ત્યારે આદિવાસી સમાજના આગેવાનો એ વીજ કંપનીના એન્જીનીયર ને પણ બોલાવ્યા હતા અને વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ કરી હતી.

આજદિન સુધી સાગબારા તાલુકા માંથી એક દીપડો જ વન વિભાગે પાંજરે પૂર્યો છે ત્યારે અન્ય દીઓડાઓને ક્યારે પાંજરે પૂરવામાં આવશે તે અંગેનો વન વિભાગ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો હતો.અને આવતીકાલે ડીએફઓ સાથે આ બાબતે મિટિંગ ગોઠવી તાલુકામાં છોડવામાં આવેલા દીપડાઓ બાબતે કોઈ નક્કર ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.ત્યારે સાગબારા પોલીસ મથકે તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા અને મૃતક બાળકીને ન્યાય મળે તેવી માંગ કરી તાલુકામાં છોડવામાં આવેલા દીઓડાઓને પકડી અન્યત્ર સ્થળે છોડી આવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.

સાગબારા પોલીસ મથક નેશનલ હાઈવે ઉપર હોવાના કારણે અને નેશનલ હાઈવે સાગબારા નગરમાંથી પસાર થતો હોય લોકોએ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઈવે ઉપર વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી. ત્યારે લોકોએ વન વિભાગ સામે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વન વિભાગ ને દીપડો હુમલો કર્યો ત્યારે જાણ કરી હતી છતાં કલાકો સુધી વન વિભાગ ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ન હતા.અને તાલુકામાં વન વિભાગ દ્વારા પાંજરાઓ મુકવામાં આવે છે ત્યારે જે ગામમાં પાંજરાઓ મુકવામાં આવે છે તે ગામના લોકો પાસે પાંજરામાં મુકવા માટે મારણ મુકવા બકરીઓ મંગવામાં આવે છે.

ત્યારે આ સમાચાર લખાય છે ત્યાં સુધી લોકોના ટોળેટોળાઓએ હાઈવે ઉપર ચક્કાજામ કરી વાહનોને જવા દીધા ન હતા.દીપડાઓ દ્વારા તાલુકામાં કરવામાં આવી રહેલા માનવીય હુમલાઓને કારણે હાલ તાલુકાવાસીઓમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે વનવિભાગ ,પોલીસ અને વીજ કંપની દ્વારા શુ નિવડો લાવવમાં આવે છે.

Back to top button
error: Content is protected !!