દાહોદમાં શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 15 માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી
AJAY SANSI2 weeks agoLast Updated: February 3, 2026
4 1 minute read
તા.૦૩.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 15 માં વાર્ષિક મહામહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી
દાહોદ માં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય 15 મા મહા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું, આ સમગ્ર આયોજન શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદનાઓએ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ મહા મહોત્સવ માં ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર રિતિક ગુપ્તા, અનુષ્કા-અધિષ્ઠા, તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વત ડામોર ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટી મહામંત્રી દાહોદના મુકેશ ખચ્ચર, અર્પિલ શાહ શીખાતું શ્યામ ના ભજન માં મન મુગ્ધ બન્યા હતા, સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત, ભવ્ય શ્રૃંગાર, ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઈત્ર વર્ષા, અને 56 ભોગ મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર બન્યા હતા, કાર્યક્રમ દાહોદની ધમપ્રેમી જનતાએ ખાંટુ શ્યામ પ્રભુના ભજનમાં મનમુકીને ઝુમ્યા હતા, તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા, આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાથી અને અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો આવ્યાં હતાં તેમજ પ્રભુ શ્રી ખાટું શ્યામ ના ભજનોમાં મન મુગ્ધ બન્યાં હતા, 15 માં વાર્ષિક મહામહોત્સવ ની સંધ્યામાં પુષ્પોની વર્ષા સાથો સાથ ઈત્ર ની વર્ષા પણ કરવામાં આવી હતી, જ્યાં સહુ ધર્મ પ્રેમી જનતા માટે ભોજન પ્રસાદી તેમજ ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી ખાટું શ્યામ ના ભક્તો, શ્રી ખાટુ શ્યામ ના ભજનમાં મન મુગ્ધ બન્યા હતા
Sorry, there was a YouTube error.
AJAY SANSI2 weeks agoLast Updated: February 3, 2026