GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણને સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણને સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

 

સાંદીપનિ વિદ્યાનિકેતન – પોરબંદર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ–૨૦૨૬ અંતર્ગત યોજાયેલ શિક્ષણવિદોની શૈક્ષણિક કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી એક-એક પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી કરી તેમને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગૌરવપૂર્ણ સન્માન માટે મહીસાગર જિલ્લામાંથી સંતરામપુર તાલુકાની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણની “શાળા અને સમાજ” થીમ અંતર્ગત 1. હું ગામ મોભી, 2. ચાર દીવાલની પેલે પાર, 3. ગામમાં સપનાના વાવેતર, 4. મારું કામ – મારું ગામ, 5. શાળા અને ગામ અભિન્ન અંગ, 6. શાળા ગામના ગણેશજી. આવા મુદ્દાને ધ્યાને લઈને કરેલી કામગીરીને ધ્યાને રાખીને પૂ. રમેશભાઈ ઓઝા તથા પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પ્રો. અનિલ ગુપ્તા, ડૉ. ટી. એસ. જોશી, ડૉ . વિજય સેવક, ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલા, ડૉ. સી. ટી. ટુંડીયા, પાર્થેશભાઈ પંડ્યા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક પરિસંવાદ કરવામાં આવ્યો. જેમાં રમેશકુમાર બી ચૌહાણ દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક કામગીરી, વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ (બાળક સાથે બાળક બની કરેલી પ્રવૃત્તિ), સેવાકીય પ્રવૃત્તિઓ (જન્મજાત ફાટેલા હોઠ અને તાળવા વાળા બાળકોના નિ:શુલ્ક ઓપરેશન, 25 વખત રક્તદાન, દિવ્યાંગ બાળકોની સહાય માટે કરેલા વિશેષ પ્રયત્નો), શાળામાં બાળકો અને વાલીઓ તથા ગામ સાથેનો હકારાત્મક અભિગમ વગેરે કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ચંદન અક્ષત, સન્માનપત્ર અને શિલ્ડ તથા ભરાડ ફાઉન્ડેશનના નવી શિક્ષણનીતિ આધારિત જીવન શિક્ષણના પાઠો – પુસ્તકો (ભાગ 21 થી 85) આપી ભાવ પૂજન કરવામાં આવ્યુ હતું. આ અગાઉ રમેશકુમાર બી ચૌહાણ તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, અચલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, ચિત્રકૂટ પારિતોષિક થી સન્માનિત થયેલ છે. અને એમના સન્માનમાં ગુરુ ગૌરવ એવોર્ડ રૂપી પીંછુ ઉમેરાતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સંતરામપુર, મહીસાગર વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો, જિલ્લા અને રાજ્યના તમામ એવોર્ડી શિક્ષક મિત્રો, સાથી શિક્ષક મિત્રો, પરિવારજનો, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળાના બાળકો હર્ષ અને ગૌરવની લાગણી સાથે ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન પાઠવે છે.

Back to top button
error: Content is protected !!