સાયણ સુગર ચૂંટણી-2026: અબ્રામા ઝોનમાં સંદીપભાઈ મનહરભાઈ પટેલ (સંજયભાઈ)નો ડોર-ટુ-ડોર પ્રચાર તેજ

કામરેજ પ્રતિનિધિ: શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની ચૂંટણી-2026ને લઈને અબ્રામા ઝોનમાં પરિવર્તન પેનલના ઉમેદવાર શ્રી સંદીપભાઈ મનહરભાઈ પટેલ (સંજયભાઈ) દ્વારા મતદારો સાથે સઘન જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગામેગામ અને ઘરેઘરે પહોંચીને તેઓ સભાસદોને મળ્યા હતા તેમજ તેમની સમસ્યાઓ સાંભળી પરિવર્તન અને ખેડૂત હિત માટે મતદાન કરવાની અપીલ કરી હતી.
પરિવર્તન પેનલનું ચૂંટણી નિશાન “ત્રાજવા” હોવાથી ઉમેદવારે તમામ સભાસદોને અપીલ કરી છે કે આગામી 9 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનાર ચૂંટણીમાં “ત્રાજવા” નિશાન સામે મત આપી પરિવર્તન પેનલને વિજયી બનાવે.
પ્રચાર દરમિયાન કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવાર સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત હિત, પારદર્શક વહીવટ અને સહકારી ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પરિવર્તન પેનલ પ્રતિબદ્ધ છે. તેમણે સભાસદોને વિશાળ બહુમતીથી વિજય અપાવવાની અપીલ કરી હતી.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત




