
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના સરડોઈ ગામે આવેલ આસ્થાના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે આઠમા નોરતા એ આઠમ નું હવન કરાયું
મોડાસા તાલુકાના સરડોઈ ગામે આવેલ આસ્થાના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે,નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત આઠમા નોરતા એ આઠમ નું હવન યોજાયું હતું,આણંદના મુસ્લિમ વેપારી અને માઈ ભક્ત,હબીબ ભાઈ હાલાણીની પ્રેરણાથી યોજાયેલા હવન નો લાભ,નરેશ રમેશ ભાઈ નાયક અને તેમના પરિવારને આપવામાં આવ્યો હતો,સરડોઈ ગામના વિદ્વાન બિપીનચંદ્ર શુક્લના આચાર્યપદે યોજાયેલા આ હવનમાં,નાયક પરિવારે શ્રીફળ હોમી સૌ ભક્તો અને ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી, પરંપરાગત આઠમના હવનમાં મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી અરુણ ભાઈ ગોર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી માં આદ્યશક્તિ ની આરાધના નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.





