181-વધુ એક વખત મહિલા માટે સંકટમોચક બની
ઘરેથી નીકળી ગયેલ મહિલાને આશ્રય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી જાગૃત નાગરિકનો ફોન આવતા જણાવ્યા કે તેમને એક અજાણી બહેન મળી આવેલ છે જે મૂંઝાયેલી હોય અને તેમની પાસે એક નવજાત શિશુ હોય તેથી બહેનની મદદ માટે જણાવેલ
ત્યારબાદ 181 ની ટીમ ના કાઉન્સેલર ભૂમિ બેન કુવાડિયા, ASI પરવાના બેન તથા ડ્રાઇવર લક્ષ્મણભાઈ કોડિયાતર તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને મળી આવેલ બહેન સાથે રૂબરૂ વાતચીત કરતા પીડીતા એ જણાવેલ કે તેઓ મહારાષ્ટ્રના વતની હોય અને તેમના લગ્નના એકાદ વર્ષ થયેલ હોય સંતાનમાં એક મહિના ની બાળકી હોય છેલ્લા એક વર્ષથી તેઓ શાપર (વેરાવળ ) મુકામે ધંધાર્થે આવેલ હોય ,અને ઝૂંપડપટ્ટી રસ્તા પર રહેતા હોય. પીડિતાએ જણાવેલ કે તેમનો પતિ તેમને છેલ્લા એક વર્ષથી દરરોજ દારૂ પીને આવી હેરાનગતિ કરતો હોય તથા આપશબ્દો ગાળો બોલતો હોય અને મારપીટ કરતો હોય. તેથી કંટાળીને બહેન ગઈકાલે ચાર વાગ્યાના સુમારે તેમની નવજાત બાળકી સાથે ગોંડલ બસ સ્ટેન્ડ પર આવી પહોંચેલ હોય અને બસ સ્ટેન્ડ પર જ રોકાયેલા હોય .
આજરોજ સવારે જાગૃત નાગરિક નો ફોન આવતા જણાવેલ કે તેમને એક અજાણી બહેન મળી આવેલ છે જેઓ કોઈ સમસ્યાથી પીડિત છે તેથી બહેનની મદદ માટે જણાવેલ પીડીતા સાથે ભાવનાત્મક વાતચીત કરતા સમગ્ર સમસ્યા જાણેલ પીડીતાને તેમના પતિને સમજાવવા માટે જણાવેલ પરંતુ પીડિતા તેમના પતિને સમજાવવા ના પાડતા હોય તથા તેમને તેમના પિયર જવું હોય તેવું જણાવતા હોય હાલ પીડિતા પાસે કોઈ આશ્રય ના હોય અને યોગ્ય જરૂરી વ્યવસ્થા પણ ના હોય તેથી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર ની માહિતી આપેલ તથા કાયદાકીય જરૂરી માર્ગદર્શન આપેલ અને બહેનને ગોંડલ *સખી વન સ્ટોપ સેન્ટર*માં લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે તથા આશ્રય માટે હેન્ડ ઓવર કરેલ.
_____________
ભરત જી. ભોગાયતા
પત્રકાર
b.sc.,ll.b.,d.n.y.(G.A.U.)
જામનગર
8758659878