GUJARATIDARSABARKANTHA

વિરવાડામાં ટ્રેક્ટર નીચે કચડાયેલા અજગર માટે ‘૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ’ દેવદૂત બની: તાત્કાલિક સારવાર આપી બચાવ્યો જીવ

વિરવાડામાં ટ્રેક્ટર નીચે કચડાયેલા અજગર માટે ‘૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ’ દેવદૂત બની: તાત્કાલિક સારવાર આપી બચાવ્યો જીવ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિરવાડા ગામમાં એક અજગર ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ધવલભાઈ સુથાર દ્વારા ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન પર કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આ કેસ તાત્કાલિક સાબરકાંઠા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને સોંપવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે જ ફરજ પરના ડૉ. વિવેક પટેલ તેમજ પાઇલોટ અજીઝભાઈ મેમણ વિના વિલંબે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થળ પર જ ગંભીર રીતે ઘવાયેલા અજગરની સમયસર અને જરૂરી સારવાર શરૂ કરીને તેને નવું જીવનદાન આપ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનની આ ઝડપી, સમયસૂચક અને પ્રશંસનીય કામગીરીને વિરવાડા ગામના લોકોએ બિરદાવી હતી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!