યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમાને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૭.૨૦૨૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમાને લઈ ૫૧, શક્તિપીઠ પૈકી એક એવા યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતુ. પોણો લાખ ઉપરાંત માઇ ભક્તો એ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.જોકે પાવાગઢ તળેટી ખાતે વિવિધ આશ્રમો આવેલા છે. તે ગુરુઓને ગુરુવંદના કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ડુંગર ખાતે બિરાજમાન જગતજનની માં શ્રી કાલીકા મંદિર છે.જેને લઈ તેના દર્શનાર્થે માઇ ભક્તો વર્ષ દરમ્યાન ચૈત્રી તેમજ આસો નવરાત્રી તેમજ શનિ, રવિવાર રજા તેમજ આઠમ, પૂનમ ના રોજ માતાજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. આ ઉપરાંત પાવાગઢ તળેટી ખાતે અનેક વિવિધ આશ્રમો તથા જૈન મંદિરો પણ આવેલા છે.જયારે યુનેસ્કો દ્વારા પાવાગઢ ચાંપાનેર ને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યો છે.જેને લઇ પાવાગઢ ખાતે વર્ષ દરમ્યાન લાખોની સંખ્યા માં માઇ ભક્તો તેમજ સહેલાણીઓ ઉમટી પડે છે.તેમાં પણ હાલમાં વર્ષાઋતુનો માહોલ જમતા વરસાદી મોસમમાં ડુંગર જાણે વાદળો ની ફોજ સાથે સંતાકૂકડી રમતો હોય તેવો નઝારો જોવા મળે છે. જેને લઇ યાત્રાળુ ઓ માતાજીના દર્શનની સાથે સાથે કુદરતનો પ્રાકૃતિક નજારો માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આજે ગુરુપૂર્ણિમા પર્વને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ભક્તો મધ્યરાત્રીથી નીજ મંદિર પરિસર ખાતે પહોંચ્યા હતા. જ્યારે વહેલી સવારે ૫.૦૦ કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતુ.જ્યારે ભક્તો ની સુરક્ષા અને સલામતી ના ભાગ રૂપે પાવાગઢ પોલીસ દ્વારા તળેટી તેમજ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.










