DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ના સીયાલી ગામે 2 પરિવાર ઝગડો – 6 ઘાયલ – 9 સામે ગુનો નોંધાયો.

ડેડીયાપાડા ના સીયાલી ગામે 2 પરિવાર ઝગડો – 6 ઘાયલ – 9 સામે ગુનો નોંધાયો.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 10/06/2025 – પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના શિયાલી ગામે બે પરિવારો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો જેમાં બંને પક્ષે અપશબ્દો બોલી મારામારી કરી મામલો ડેડીયાપાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો અનેપોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ડેડીયાપાડા ના શિયાલી ગામે નિશાળ ફળીયામાં અક્ષય સુરજી વસાવા એ ફરિયાદ નોંધાવી કેગામના એક જ ફળિયામાં રહેતા હિતેશ ગુરજી વસાવા, ગુરજી સુરજી વસાવા તથા વિલાસ વસાવા,લલીતા ગુરજી વસાવા, ગુરજી વસાવા તેમના ઘરના આગણામાં આવી અક્ષય તથા નિકીતા ઘરેહતા ત્યારે અપશબ્દો બોલી ને તમે જે જમીનમાં હાલમાં ખેડાણ કરી છે. તે જમીનમાં હવે ખેડાણકરતા નહીં તેમ કહી આ જમીન અમારા ભાગે આવેલ છે અને અમો ખેડાણ કરીશું કહી ઉશ્કેરાઈજઈને એક બીજા ની મદદ કરી લાકડી વડે અને ગળા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાનીઘમકીઓ આપી હતી. જ્યારે સામે ગુરજી ફુલજી વસાવા એ ફરિયાદ નોંધાવી કે અક્ષય સુરજીવસાવા, સૂરજી ફુલજી વસાવા) નિકીતા અક્ષય વસાવા તથા નારસીંગ મંજી વસાવા નાનો આવીજમીન બાબતે તકરાર કરી એક બીજાનું ઉપરાણું લઇને લાકડી અને ઢીકાપાટુ નો માર મારી બીજીવાર અમારી સાથે જમીનની વાત કરશો તો તમને જાનથી મારી નખીશું તેવી ધમકી આપી હતી.એકજ કુટુંબના બે પરિવારિક ભાઇઓ જમીન માં ભાગ બાબતે સામ સામે આવી જતા ધીંગાણુંસર્જાયું હતું જેમાં એક પરિવાર ના 5 અને બીજા પરિવાર ના 4 આ તમામ ને નાની મોટી ઇજાઓપહોંચી હતી. ડેડીયાપાડા પોલીસે આ તમામ 9 સામે ગુનો નોંધી ને તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!