ખેડબ્રહ્મા કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૨ વર્ષની સાદી કેદ અને અંકે રૂપિયા 6, 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૨ વર્ષની સાદી કેદ અને અંકે રૂપિયા 6, 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો.
અંબાઈ ગઢા, તા. ખેડબ્રહ્મા ના મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) ના ઓને ખેડબ્રહ્મા ગામના બળદેવભાઈ હરિભાઈ પંડ્યાનાઓ સાથે ગાઢ મિત્રતાના સંબંધો હોવાથી ફરિયાદી બળદેવભાઈ હરિભાઈ પંડ્યા પાસેથી આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) ના ઓએ રૂ 6,50,000 હાથ ઉછીના લીધેલ અને સદર હાથ ઉછીની રકમ પેટે બેંક ઓફ બરોડા ખેડબ્રહ્મા શાખાનો તા. 28/ 8/ 2018 ના રોજ નો આરોપીના ખાતાનો ચેક નં.000009 નો આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) એ રૂ. 6,50,000 અંકે રૂપિયા છ લાખ પચાસ હજાર પુરા ને રકમનો ચેક આપેલ સદર ચેક ફરિયાદી બળદેવભાઈ હરિભાઈ પંડ્યા એ બેંકના ખાતામાં ભરતા આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી ઠાકરડા ના ખાતામાં ચેક ની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોય સદર ચેક સ્વીકાર્યા વગર પરત ફર્યો હતો. જેથી ફરિયાદી બળદેવભાઈ એક હરિભાઈ પંડ્યાના ઓએ આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) ના વિરુદ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં. 1112/2018 થી ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ની ચેક રીટનની ફરિયાદ દાખલ કરી હતી જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જયુડીસીઅલ મેજિસ્ટ્રેટ (શ્રી કે.સી. મંગાણી,) સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ (શ્રી વિરલ.કે.વોરા) ની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આ કેસમાં આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) ને કસૂરવાર ઠરાવી 2વર્ષની સાદી કેર અને 6,50,000 નો દંડ ચૂકવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 4 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.



