GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સબનમ સોસાયટીમાં સતત ચોથી રાત્રિએ પણ બંધ સ્ટ્રીટલાઇટો વચ્ચે અંધારા ઉલેચતા સ્થાનિક રહીશો..!!

 

તારીખ ૨૦/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત ભડીયાદરા પીરની દરગાહ પાસે અડીને આવેલી શબનમ સોસાયટી ખાતે ગત શુક્રવારે સાંજે વરસાદ શરૂ થતાં જેને પગલે મધરાતે કારણોસર સમગ્ર સોસાયટીમાં છેલ્લા ચાર દિવસોથી રાત્રે અંધારપટ જોવા મળ્યો હતો સોસાયટીના અનેક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટો પણ બંધ છે.તેથી અંધારામાં લોકોને પડવા-વાગવાની અને ઝેરી જાનવરોની દહેશત વચ્ચે ઘરેથી નિકળવું પડકારજનક બની રહ્યું છે જેથી સોસાયટી વિસ્તારમાં અવારનવાર સ્ટ્રીટલાઇટ બંધ રહેતા રાત્રિના સમયે સ્થાનિક રહીશોને ભારે તકલીફ વેઠવી પડે છે જ્યારે ચોરી થવાના બીકથી મધરાત્રે કુતરાં ભસતાં હોઇ સોસાયટીના રહીશો પણ ફફડાટથી જાગી જાય છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અંધારામાં સબળવાનો વારો આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી સ્ટ્રીટ લાઇટો સબનમ સોસાયટીના જાહેર રસ્તાઓ ઉપર બંધ હોવાના કારણે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા મૌખિક રજૂઆતો જવાબદાર તંત્ર સમક્ષ કરવામાં આવી છે.પરંતુ સતત ચોથી રાતે પણ જવાબદાર તંત્ર દ્વારા અંધારા ઉલેચાયા નથી જેને લઇ સતત ચોથા દિવસે સ્થાનિક રહીશો અંધારામાં રહ્યા છે અને બંધ સ્ટ્રીટલાઇટો વચ્ચે સબનમ સોસાયટીના રહીશો અંધારા ઉલેચી રહ્યા છે ત્યારે તેનો કોઈ ઉકેલ કરવામાં નહિ આવતા સ્થાનિક રીહશોમાં રોષ ભભૂકી ઉઠયો છે.ઉલ્લેખનીય છે કે એક તરફ સ્ટ્રીટલાઇટો પાછળ પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે ત્યારે હવે લોકોને લાઇટો ની સગવડ મળી રહી નથી ત્યારે સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટો રાત્રે ચાલુ રહે તે પ્રકારે કામગીરી કરવાની માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!