CHOTILAGUJARATSURENDRANAGAR

તા.24/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ ઝાલાવાડી દરજી સમાજ ની વાડીમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા (ગુજરાત પ્રદેશ) દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પ્રદેશ સંગઠન અધ્યક્ષશ્રી મુખી મહારાજ પીપળીધામની ઉપસ્થિતિમાં તેમજ શ્રી નકલંક ગુરૂધામ શક્તિનગર હળવદના મહંતશ્રી પરમ પુજ્ય દલસુખબાપુ ગુરૂશ્રી બળદેવદાસબાપુની પાવન નિશ્રામાં તા.૨૨/૦૯/૨૯૨૩ ને શુક્રવારના રોજ ૧૦ કલાકે અગત્યની બેઠક મળી ત્યારે પૂજ્ય દલસુખરામ બાપુને વાઘજીભાઈ પ્રજાપતિ સહિત દરેક આયોકોએ શાલ ઓઢાડી સન્માન કરી આશીર્વાદ લીધા હતા ત્યારે પૂજ્ય બાપુએ પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વચન આપ્યા હતા આ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવે જેવી કે (૧) આગામી નવરાત્રીથી જૂન ૨૦૨૪ સુંધીના વિવિધ કાર્યક્રમોનું જિલ્લા વાઈઝ આયોજન કરવામાં આવે (૨) મહિલા અનામત બિલ પર ૩૩% ની મંજુરીના વધામણાં કરવામાં આવ્યા (૩) ઓ.બી. સી. મહાસંમેલન માટેના આયોજન અંગેની ઓ.બી. સી.અન્ય સમાજ સાથે સંકલન કરવા પાંચ આગેવાનોને જવાબદારી સોંપાય (૪) આવનાર ચૂંટણીઓ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચુંટણીઓમા પ્રજાપતિ સમાજનું ગૌરવશાળી પ્રતિનિધિત્વ બાબતે લંબાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી (૫)પ્રદેશ ટીમ અને ઝોનમાં જિલ્લામાં નિષ્ક્રિય રહેતા પદાધિકારીઓને બદલે સક્રિય કાર્યકર્તાઓની નિયુક્તિ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.જેમાં ઝોન વાઈઝ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવે જેની ૨જી ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કામગીરી પૂર્ણ કરવા,સૌરાષ્ટ્ર ઝોન ની જિલ્લા વાઈઝ બેઠકો માટે ઝોન પ્રભારીને આયોજન કરવા વગેરે બાબતો ઉપર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા મોર્ચાના પદાધિકારીઓને પ્રદેશ મહિલા મોર્ચા તરફથી નિમણુંકપત્રો આપવામાં આવ્યાં હતા તમામ પદાધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં સમાજ લક્ષી અને પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રહેવા ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે વાઘજીભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રજાપતિ ગિરીશભાઈ અમેથીયા,મહિલા પાંખ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પ્રજાપતિ રેખાબેન વેગડ, બિપીનભાઈ પ્રજાપતિ મોરબી,સુરેશભાઈ પ્રજાપતિ વાંકાનેર,વિષ્ણુભાઈ પ્રજાપતિ મહેસાણા,વિરમગામ નગર પાલિકા પ્રમુખ કામિનીબેન પ્રજાપતિ,મહેસાણા નગર પાલિકા ઉપ પ્રમુખ રંજનબેન પ્રજાપતિ, નિતાબેન પ્રજાપતિ પાલનપુર, રમેશભાઈ પ્રજાપતિ રાજકોટ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!