ભરૂચ: શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદીએ નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા, 2 ના મોત, એક ની શોધખોળ ચાલુ
સમીર પટેલ, ભરૂચ
બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં નાહવા જતા પિતા પુત્ર અને બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 11 વર્ષીય દિશાન્ત જ્યેન્દ્ર મિસ્ત્રી તેમજ વસંત ભાઈ મિસ્ત્રી નું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. જ્યારે એકની શોધખોળ હાલ ચાલી રહી છે. હાલ શુકલતીર્થનો મેળો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહાલવા ઉમટી પડતા હોય છે. શુકલતીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડી રહ્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાન્ત જ્યેન્દ્ર મિસ્ત્રી નામનો બાળક તેમજ વસંત મિસ્ત્રી (ઉ.વ ૪૫) મોતને ભેટ્યા છે. જ્યારે બિનિત વસંત મિસ્ત્રી (ઉ.વ)૧૭ નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે, કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટીયો હતો, ત્યાં ટૂંકા સમયગાળા માંજ બીજો બનાવ સામે આવ્યો છે.