કાલોલ શહેર સ્થિત એમ.જી.એસ.હાઇસ્કુલના આચાર્ય ડો. કે. પી. પટેલનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૦૩/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત એમજીએસ હાઇસ્કુલમા લાંબા સમય સુધી સેવા આપી નિવૃત થઈ રહેલા ધી એમ.જી.એસ. હાઇસ્કુલના આચાર્ય ડો. કે. પી. પટેલનો વિદાય સન્માન સમારોહ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો.કે.પી.પટેલની દીર્ઘકાલીન અને નિષ્ઠાપૂર્વકની શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. જ્યાં મંડળના હોદ્દેદારો દ્વારા તેઓનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ તેમના કાર્યકાળ દરમિયાન શાળાએ મેળવેલી સિદ્ધિઓને યાદ કરી તેમની વહીવટી કુશળતાની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે કાલોલ કેળવણી પ્રચારક મંડળના તમામ મુખ્ય હોદ્દેદારો અને શિક્ષણ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.જેમાં પ્રકાશભાઈ ગાંધી (પ્રમુખ, કેળવણી પ્રચારક મંડળ)જયંતભાઈ મહેતા (ઉપપ્રમુખ),વીરેન્દ્ર મહેતા (મંત્રી), યોગેશભાઇ મહેતા(સહમંત્રી), મનોજભાઈ પરીખ (ખજાનચી)આ ઉપરાંત મંડળના અન્ય ટ્રસ્ટીઓ, માજી ટ્રસ્ટીઓ,નિવૃત શિક્ષકો અને જુદી જુદી શાળાઓના આચાર્ય અને હાલના સ્ટાફ મિત્રોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.આ વિદાય સમારંભમાં મંડળ સંચાલિત સી.બી. ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય અને તેમનો સ્ટાફ પણ ખાસ હાજર રહ્યો હતો. ડો. કે. પી. પટેલના પરિવારજનો અને મિત્ર વર્તુળની હાજરીને કારણે કાર્યક્રમમાં પારિવારિક માહોલ જોવા મળ્યો હતો.”શિક્ષણ ક્ષેત્રે ડો. કે. પી.પટેલનું પ્રદાન અને શિસ્તબદ્ધ કાર્યશૈલી આવનારા સમયમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.”પોતાના વિદાય પ્રવચનમાં ડો. કે. પી.પટેલ ભાવુક બન્યા હતા. તેમણે શાળા સાથેના પોતાના વર્ષો જૂના જોડાણને યાદ કરતા જણાવ્યું હતું કે, “આ સંસ્થા માત્ર મારા માટે કાર્યસ્થળ નથી, પરંતુ એક પરિવાર છે.” તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સહકર્મચારીઓ, ટ્રસ્ટી મંડળ અને વિદ્યાર્થીઓ તરફથી મળેલા સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો. તેમણે પોતાના કાર્યકાળના સંઘર્ષો અને સફળતાના પ્રસંગો યાદ કરી ઉપસ્થિત સૌને પ્રેરિત કર્યા હતા.









