KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના કરાના મુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૦૩/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે આજ રોજ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન અને વિદાયના સંગમ સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, વાર્ષિક ઇનામ વિતરણ અને વાલી સંમેલન એમ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.શાળામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં દરેક ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો તરફથી વિશેષ ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન જોઈ અન્ય બાળકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો.

પ્રાથમિક શિક્ષણના મહત્વના સોપાન સમાન ધોરણ ૫ પૂર્ણ કરી આગળના અભ્યાસ માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને ભાવિ શૈક્ષણિક પ્રગતિ માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને સ્મૃતિ ભેટ (ગિફ્ટ) આપીને વિદાય આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તમામ બાળકોના વાલીઓ સાથે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!