GUJARAT

વિજાપુર પાલીકા વિમલ સ્મશાન ગૃહ નજીક આવેલ પાણી ના નર્મદા પમ્પિંગ ઉપરથી 35,000/- નો કોપર કેબલ વાયર ચોરાયો

વિજાપુર પાલીકા વિમલ સ્મશાન ગૃહ નજીક આવેલ પાણી ના નર્મદા પમ્પિંગ ઉપરથી 35,000/- નો કોપર કેબલ વાયર ચોરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલીકા નો વિમલ સ્મશાન ગૃહ ખાતે આવેલ લોકોને પાણી પૂરું પાડવા મા આવતા નર્મદા પમ્પિંગ નો કોપર કેબલ વાયર 35 મીટર લાંબો કોઈ અજાણ્યા ઈસમો કાપી ચોરીને લઈ જતા પોલીસ મથકે મદદનીશ ઇજનેરે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલીકા ના વિમલ સ્મશાન ગૃહ ખાતે આવેલ નર્મદા ના પમ્પિંગ સ્ટેશન ઉપર નોકરી કરતા બોર ઓપરેટર ઈશ્વર સિંહ જવાન સિંહ ગુરુવારે બોર ઉપર પાણી આપવાના સમયે બોર ચાલુ કરવા ગયા હતા. બોર ચાલુ નહિ થતા તેઓએ આ અંગે પાલીકા મદદ નીશ ઇજનેર પાર્થ ભાઈ પટેલ ને પાલીકા મા મોબાઈલ કરી જાણ કરી હતી. સદર જગ્યા એ મદદનીશ ઇજનેરે સ્થળ ઉપર પોહચી તપાસ કરી હતી. જેમાં કોપર વાયર ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવતાં આ અંગે બોર ઓપરેટર ને પાલીકા મા લેખિત અરજી કરી જાણ કરવાનું કહેતા અરજી કરી હતી.જે અરજી ચીફ ઓફિસર મારફત પોલીસ મથકે મોકલી આપી હતી. જેના આધારે પાલીકા મદદનીશ ઈજનેરે પાર્થ પટેલે પોલીસ મથકે પાલીકા નો નર્મદા પમ્પિંગ સ્ટેશન ઉપર થી 35 મીટર કોપર વાયર રૂપિયા 35,000/- ની હજાર ની કીમત નો વાયર કોઈ અજાણ્યા ઈસમો ચોરી ને લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!