GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના કનેટિયા ગામે 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી..

 

તારીખ ૨૩/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી અને 1998 માં નોંધાયેલ આ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે આ સેવા ટ્રસ્ટ સમાજના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરી રહ્યું છે કાલોલ તાલુકાના કનેટિયા ગામ ખાતે આ 36 પરગણા ની એક બેઠક યોજાઇ હતી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોમાભાઈ સોલંકી ના અધ્યક્ષપના હેઠળ આ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને હાઈ પાવર કમિટીના અધ્યક્ષ તરીકે કિરણકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વરણી બે વર્ષ માટે કરવામાં આવી છે જેમાં સંગઠન મંત્રી તરીકે રમેશભાઈ પરમાર તલાટી મહામંત્રી તરીકે ભરતભાઈ સોલંકી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મનોજભાઈ જાદવ ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ જાદવ, બાબુભાઈ અરવિંદભાઈ સોલંકી, નટુરામ મહારાજ, નારણભાઈ પ્રણામી હાલોલ સહમંત્રી તરીકે રામભાઈ અરવિંદભાઈ સોલંકી ખજાનચી તરીકે જતીનભાઈ સોલંકી, અક્ષય મહેશભાઈ સોલંકી મહેલોલ અને ગજેન્દ્રભાઈની નિમણૂકો સમગ્ર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા અને બહાલી આપી સર્વાનુમતે સર્વની વરણી કરવામાં આવી છે આ તમામ સૌ આગેવાનો નો આભાર કમિટીએ માન્યો હતો સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા આગેવાનોએ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ જાદવ અને અશોકભાઈ જાદવ એ કર્યું હતું. પધારેલ સૌ આગેવાનો અને સંતો મહંતોનો આ ટ્રસ્ટે આભાર માન્યો હતો. બેઠકના અંતમાં રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.છેલ્લે કનેટિયા પરિવાર તરફથી મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!