હાલોલમાં 6 વર્ષીય મોહમંદ ગૌસ તેમજ 9 વર્ષીય આલિયા લુહારે રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૩.૩.૨૦૨૫
હાલોલ નગરના હુશેની ચોક કસ્બા ખાતે રહેતા છ વર્ષીય મોહમંદ ગૌસ તેમજ વડોદરા રોડ પર રહેતી 9 વર્ષીય આલિયા લુહારે પોતાની જિંદગીનો રમજાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસના આરંભ થયો છે.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. જેમાં નાના ભૂલકાઓ પણ કાળજાળ ગરમીમાં રોજા રાખી રહ્યા છે મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. ત્યારે હાલોલ નગરના હુશેની ચોક કસ્બા ખાતે રહેતો છ વર્ષીય મોહમંદ ગૌસ વસિમભાઈ મલેક તેમજ વડોદરા રોડ પર રહેતી 9 વર્ષીય આલિયા આરીફભાઈ લુહાર એ પોતાની જિંદગીનો રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ નાના ભૂલકાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.