GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઘોડા ગામના યુવક સાથે છેતરપિંડી: હાલોલ કોર્ટ નજીકથી 7 લોકો કાર-મહત્વના દસ્તાવેજો અને 30 હજાર સાથે ફરાર.

તારીખ ૦૫/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના ઘોડા ખાતે રહેતા અને વ્યવસાય કરતા નીલકુમાર જયેન્દ્રભાઈ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં એક ગંભીર બનાવ અંગે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તારીખ 04/08/2026 ના રોજ બપોરે આશરે 2:15 વાગ્યે હાલોલ ખાતે કોર્ટ નજીક મેઇન રોડ પર આ બનાવ બન્યો હતો.નીલ પટેલ વકીલને મળવા માટે હાલોલ કોર્ટ માં પોતાની કાર GJ 14 BH 8224)લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 7 જેટલા અજાણ્યા ઈસમોએ તેમની ગાડી રોકી હતી.આ ઈસમોએ પોતાને પોલીસ મિત્ર અને ઓળખાવીને ગાડીની તપાસ કરવાની વાત કરી હતી. ત્યારબાદ બેંકમાંથી સીઝ કરવા આવ્યા હોવાનું જણાવ્યું અને ગાડીની ચાવી કાળજી લીધી હતી ઈસમો પાસે આઇડી કાર્ડ અને સિઝર મેમો માંગતા આપેલ નહી અને આ ઈસમોએ ફરિયાદી પાસે પતાવટ કરવા સૌ પ્રથમ રૂ. 12,000/- અને ત્યારબાદ વધુ રૂ. 8,000/- ની માંગણી કરી હતી એ નહીં આપતા આ ઈસમોએ ફરિયાદી પાસેથી કાર અને તેમાં રહેલા રૂ. 30,000/- રોકડા, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડીની આરસી બુક અને ઇન્સ્યોરન્સ જેવા મહત્વના દસ્તાવેજો લઈને ફરાર થઈ ગયા હતા. જોકે ફરિયાદી નીલ પટેલે અજાણ્યા શખ્સો સાથે નો વાર્તાલાપ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.આ શંકાસ્પદ ઘટના બાદ ફરિયાદીએ બપોરે 03:57 વાગ્યે ૧૧૨ પર કૉલ કરીને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી નીલ પટેલે માંગ કરી છે કે આ તમામ ૭ અજાણ્યા આરોપીઓ સામે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગુનો નોંધવામાં આવે. હાલ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!