ધ્રાંગધ્રા સોની તલાવડી ભૂતિયા બંગલા પાસે બુટલેગરના મકાનમાં છુપાવેલ વિદેશી દારૂની 72 બોટલ ઝડપાઈ : બુટલેગર ફરાર
પોલીસને ચેલેન્જ કરટી પોસ્ટ બુટલેગર પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ વાયરલ કરી હતી
તા.13/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પોલીસને ચેલેન્જ કરટી પોસ્ટ બુટલેગર પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ વાયરલ કરી હતી
ધ્રાંગધ્રા શહેરમાં સોની તલાવડી વિસ્તારમાં ભૂતિયા બંગલા પાસે બુટલેગરના રેણાંકી મકાનના બાથરૂમમાં છુપાવેલો વિદેશી દારૂની 72 નંગ બોટલ ઝડપીને ફરાર બુટલેગર અકીલખાન ઉફે સોનુ અસરફખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધ્રાંગધ્રા શહેરમાં સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે પો.કો. પ્રતાપસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એસ એસ સોલાંકી, બ્રિજરાજસિંહ ઝાલા, સરફરાજભાઈ મલેક, અજયભાઇ મુંધવા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા હકીકતના આધારે પંચોને સાથે રાખીને ધાંગધ્રા સોની તલાવડી ભૂતિયા બંગલા પાસે બુટલેગર સોનુ પઠાણના રેણાકી મકાનમાં બાથરૂમની અંદરથી વિદેશી દારૂની 72 નંગ બોટલ ઝડપી પાડી હતી જેની કિંમત રૂપિયા 40,464 નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ફરાર આરોપી અકીલખાન ઉફે સોનુ અશરફખાન પઠાણ રહે સોની તલાવડી ધાંગધ્રા વાળા વિરુદ્દ પ્રોહીબીશન નો ગુનો નોંધીને બુટલેગર સોનુ પઠાણને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં ધાંગધ્રા શહેરમાં સોની તલાવડી ભુતિયા બંગલા પાસે બુટલેગરના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે બુટલેગર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ સોનુ પઠાણ નામના ઇન્સ્ટાગ્રામમાં પોલીસને ચેલેન્જ કરતો વિદેશી દારૂનો વિડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં શહેરમાં લોકમુખે સાંભળવા મળી રહ્યું છે કે પોલીસ આવા બુટલેગરોને કાયદાનું ભાન કરાવે છે કે નહીં તે જોવાનું રહ્યું હાલ તો પોલીસે બુટલેગરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ બુટલેગર અકીલખાન ઉફે સોનુ પઠાણ ગુજરાતના સમગ્ર જિલ્લામાં લૂંટ, ચોરી, મારામારી, ગેરકાયદેસર હથિયાર, દારૂ જુગાર સહિતના, ગુનાહિત ઇતિહાસ ધરાવતો બુટલેગર હોવાનું લોકમુખે સાંભળવા મળ્યું હતું.