GUJARATKUTCHMANDAVI

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છના મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

વડાપ્રધાન ની દૂરદર્શિતા થકી ભૂકંપગ્રસ્ત કચ્છને વિકાસની નવી પાંખો મળતા જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

તિરંગાને સલામી આપીને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ.

કચ્છમાં નર્મદા પાણીના અવતરણથી સુખો મલક હરિયાળો બનતા આવ્યા આમૂલ પરિવર્તનો.

મુન્દ્રા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક એનાયત કરતા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા.

વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, રમતવીરોનું શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે સન્માન.

માંડવી ,તા-૧૫ ઓગસ્ટ :  શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કચ્છના મુન્દ્રા શહેર ખાતે તિરંગાને સલામી આપીને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુન્દ્રાની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સત્ સત્ નમન કરતા જણાવ્યું હતું કે, અનેક સંઘર્ષો બાદ મળેલી મહામૂલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. પ્રભારીમંત્રી એ નાગરિકોને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પથી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનવા હાકલ કરી હતી. કચ્છ જિલ્લાની વિકાસયાત્રાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપીને પ્રભારીમંત્રી એ જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપ બાદ વડાપ્રધાન ના દૂરંદેશી વિચારને પરિણામે આજ કચ્છનો વિકાસની નવી પાંખો મળી છે. નર્મદાના પાણી આવવાથી આ વિસ્તાર હરિયાળો બન્યો છે. ખેતીથી લઈને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. વડાપ્રધાન ના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ આજે પ્રવાસનથી લઈને ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ બન્યું છે. રણોત્સવ, પતંગોત્સવ જેવા ઉત્સવો તથા ધાર્મિક સ્થળોના વિકાસથી કચ્છ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે સાથે રોજગારી વધી છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વને નવી દિશા આપશે તેમ જણાવતા પ્રભારીમંત્રી એ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિલમાં વસતા કચ્છનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે, કંડલા અને મુન્દ્રા બંદરોનો વિકાસ, કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ, હવાઈમાર્ગે – રેલમાર્ગની સુદ્રઢ કનેક્ટિવિટી, શૈક્ષણિક, કૃષિ, રોજગારી ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કામોનો પ્રભારીમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.પ્રભારીમંત્રી એ વધુમાં કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધતા વ્યક્ત કરતા નાગરિકોને કચ્છની વિકાસની યાત્રા સાથે “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત” બનાવવા હાકલ કરતા સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી એ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.‌ આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી એ મુન્દ્રા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક એનાયત કર્યો હતો.વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ, મહિલા અને બાળવિભાગ, વનવિભાગ, પશુપાલન તથા આરોગ્ય કર્મચારીઓ તથા રમતવીરોનું મહાનુભાવોના વરદહસ્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી સહિત મહાનુભાવોએ ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય સર્વ અનિરુદ્ધભાઈ દવે, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, મુન્દ્રા એએસપીશ્રી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી સહિત પદાધિકારી ઓ, જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારી ઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!