GUJARATIDARSABARKANTHA

ઝૂમસર પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, વૃક્ષારોપણ સાથે દેશભક્તિનો માહોલ

ઝૂમસર પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, વૃક્ષારોપણ સાથે દેશભક્તિનો માહોલ

ઈડર તાલુકાના ઝૂમસર ગામ ખાતે સમરસ ગ્રામ પંચાયત તથા તાલુકા વહીવટ તંત્ર ઈડરના સંયુક્ત ઉપક્રમે ઝૂમસર પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઈડર મામલતદાર પૂજા જોષી, તાલુકા શિક્ષણ અધિકારી જયેશભાઈ પ્રજાપતિ, ફોરેસ્ટર એન. એ. ચૌધરી, વિપુલ લોનવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા પુરસ્કાર–2025ના વિજેતાઓ તેમજ ભારતીય સેનામાં સેવા આપતા 21 જવાનો અને તેમના પરિવારજનોનું મામલતદાર પૂજા જોષી દ્વારા સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય દિવસના મહત્ત્વ અંગે મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.

ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મહેમાનો અને ગ્રામજનો દ્વારા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઝૂમસર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ, ઝૂમસર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ ડી. પટેલ સહિત ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન કેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!