
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા – ૨૫ એપ્રિલ : ખાવા પીવાની નાની સરખી બેદરકારી મોટો અવરોધ ઉભો કરી શકે
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં સર્જનોનીટીમે મહિલાનાપેટમાંથી ૭ ફૂટ લાંબો કૃમિ (ટેપવોર્મ) સફળતાપૂર્વક દૂર કરી આંતરડામાંસર્જાયેલા જટિલ અને ગંભીર અવરોધને દૂર કર્યો હતો. આંતરડામાં આ જટિલતા ઉપરાંત છિદ્ર અને આંતરડું ચોંટી જવાની ઉભી થયેલી સમસ્યા પણ દૂર કરાઈ હતી.ઉપરાંત ઓપરેશનમાં ખરાબ થયેલા આંતરડાનો ભાગ કાઢી બંને છેડાને જોડવા ઉપરાંત મળનો નિકાલ કરતા આંતરડાંનાશરૂઆતના હિસ્સાને સર્જરી દ્વારા પેટની ઉપર બહાર લાવી(સ્ટોમા)મળ ત્યાગ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.પેટમાં સખત દર્દ,ઊલટી,પેટ ફૂલવાની તકલીફ સાથે દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા. નિદાનત્મકપરીક્ષણોના અંતે તેમના આંતરડામાં અવરોધ જણાતા ઓપરેશન કરવામાં આવ્યું,ત્યારે તબીબોના આશ્ચર્ય વચ્ચે આ ૭ ફૂટ લાંબો કૃમિ (ટેપ વોર્મ)બહાર કાઢવામાં આવ્યો હતો.સર્જન ડો.દર્શનલિંબાણી સાથે ડો.ચિરાગદેવડા અને ડો.મૈત્રીબારીયા અને ડો.અદિતિ દોશી શસ્ત્રક્રિયામાં જોડાયા હતા.તબીબોએ જણાવ્યું કે આ મોટી જીવલેણ ઘટના પાછળ નાની સરખી બેદરકારી જવાબદાર હોય છે,જેમકે,અશુદ્ધ ખોરાક ખાવો,અર્ધ પાકેલું માંસ ખાવું,ગંદુ પાણી પીવું પીવું.તબીબોએ સાવચેતી અંગે જણાવ્યું કે,શુધ્ધ પાણી,રાંધેલો ખોરાક લેવો, શુધ્ધ પાણી પીવું,હાથની હમેંશા સફાઈ રાખવી,શાકભાજી અને ફળ ધોઈને ખાવા તેમજ સમયાંતરેકૃમિનાશક દવા અંગે તબીબોની સલાહ લેવી.




