GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સુવિધી કોમ્પલેક્ષ નજીક પાર્ક કરેલું બાઇક ચોરાયુ

વિજાપુર સુવિધી કોમ્પલેક્ષ નજીક પાર્ક કરેલું બાઇક ચોરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામના યુવક પોતાનું બાઇક સુવિધી કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરીને ઓફિસે ગયા હતા તેઓ સાંજે ઓફિસ માંથી છૂટી ઘેરે જવા બહાર આવતા તેઓને પોતાનું બાઇક સ્થળ ઉપર નહીં જણાઈ આવતાબાઇકની શોધખોળ કર્યા બાદ પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પિલવાઈ ગામના પજ્ઞેશ કુમાર રમેશજી વિહોલ તેઓ જાજ ફાઈનાઇન્સ ખાતે નોકરી કરે છે તેઓ સવારે ઘેરથી પોતાનું હીરો હોન્ડા બાઇક લઈને જાજ ફાઈનાઇન્સ ખાતે નોકરી કરતા હોઈ તેઓ નજીકમાં આવેલ સુવિધી કોમ્પ્લેક્ષ પાસે પોતાનું બાઇક નં જીજે 02.DF.7623 રૂપિયા 40000/-ની કિંમત નું હીરો મોટર સાયકલ બાઇક પાર્ક કરી ને ઓફિસ માં ગયા હતા ઓફિસ માં કામ પૂરું કરીને બહાર આવતા સ્થળ ઉપર બાઇક નહી જણાઈ આવતા તેઓએ શોધખોળ કરી હતી છતાંય બાઇક નહીં મળી આવતા પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!