હાલોલ-ટપલાવાવ ગામની ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલક નું સારવાર દરમ્યાન મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૧૦.૨૦૨૪
નોરકીથી પરત ફરી રહેલા બાઇક ચાલક ને હાલોલ તાલુકાના ટપલાવાવ ગામ ની ચોકડી પાસે અજાણ્યા વાહને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક નું સારવાર દરમ્યાન મોત નીપજતાં પાવાગઢ પોલીસે અક્સ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના કંટેલી ગામે મંદિર ફળીયામાં રહેતા રાહુલભાઇ રાજેશભાઈ બારીયા ઉ.વ.૨૪ નાઓ ૧૮ ઓક્ટોમ્બર ના રોજ હાલોલ ની ખાનગી કંપનીમાં રાતની નોકરી પતાવી પોતાની બાઇક લઇ ઘરે પરત ફરી રહ્યો હતો.તે દરમ્યાન હાલોલ તાલુકાના ટપલા વાવ ગામની ચોકડી પાસે રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન પુર ઝડપે અને ગફલત ભરી હંકારી આ બાઇક ચાલક રાજેશ બારીયાને અડફેટમાં લઈ ભાગી છુટયો હતો જેને લઇ સર્જાયેલ અકસ્માત માં બાઇક ચાલક રાજેશ બારીયા ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર અર્થે તેને તાત્કાલિક બોડેલી દવાખાના માં લઇ જવામાં આવ્યો હતો ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ની એસ.એસ.જી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ રાજેશ બારીયા નું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું બનાવ અંગે ની જાણ બાઇક ચાલક રાજેશભાઈ બારીયા ના પરિવારને થતા તેઓ ઘટના સ્થળે તેમજ વડોદરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બનાવ અંગે ની જાણ રાજેશ બારીયાના કાકા એ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પાવાગઢ પોલીસે અક્સ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.