ખેડબ્રહ્માના સેંબલીયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
ખેડબ્રહ્માના સેંબલીયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
**
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, સેંબલીયા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શનમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. રક્તદાન કાર્યક્રમમાં ગ્રામ્ય કક્ષાએ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.ખેડબ્રહ્માના સેંબલીયા ખાતેના આદિવાસી અંતરિયાળ વિસ્તારના યુવા ભાઇ -બહેનો એ માનવ જીવનનું પુણ્ય કર્મ રૂપ રકતદાન કરી મનુષ્ય ધર્મની જરૂરી ફરજ બજાવી છે. અતિ જોખમી સગર્ભા માતાઓ અને જરુરતમંદને તાત્કાલિક લોહી મળી રહે તેવા ઉમદા હેતુસર સેબલીયા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, ખાતે મા વોલેન્ટરી બલ્ડ સેન્ટર ના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં સ્થાનિક આરોગ્ય ટીમ અને ગ્રામજનોના સહયોગ થી કુલ 42 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતું.સર્વે રક્તદાતાઓનો અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કરી દર ત્રણ માસે રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા