AHAVADANGGUJARAT

નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્ય્ક્ષતામાં ચીખલી તાલુકામાં હેઠળ આયુષ મેળો યોજાયો

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

*આયુર્વેદ–હોમિયોપેથી દ્વારા આરોગ્ય જાગૃતિ અને સારવારનો વ્યાપક લાભ*

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્વારા ચીખલી તાલુકાના ક્ષત્રિય ડાહ્યાભાઈ વલ્લભરામ પરમાર સાંસ્કૃતિક ભવન, ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળાનો ૫૩૧ લોકોએ લાભ લીધો હતો.આ આયુષ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા  આયુષ મેળાના ઉદ્દેશ્યો તથા આયુષ શાખાની વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું.જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ વધુમાં વધુ લોકો આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર પદ્ધતિનો લાભ લે તેવી અપીલ કરી હતી તેમજ નવસારી તાલુકામાં આયુષ મેળાના આયોજન બદલ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકરને અભિનંદન પાઠવ્યા અને આયુષ શાખાની કામગીરીને બિરદાવવામાં આવી. આ આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ રોગોની નિદાન તથા સારવાર કેમ્પ, પંચકર્મ અને અગ્નિકર્મ ચિકિત્સા, દિનચર્યા–ઋતુચર્યા માર્ગદર્શન, યોગ નિદર્શન અને માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રિક ઓપીડી, રોગપ્રતિકાર માટે હર્બલ ટીનું વિતરણ તેમજ આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાસનોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. ઉપરાંત ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન યોજાયું હતું આવી.આ આયુષ મેળામાં ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ પટેલ, ખેતી ઉત્પાદન સહકાર સિંચાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ , ચીખલીના સરપંચ વિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય  દીપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત સભ્ય શ્રી કલ્પનાબેન પટેલ ક્ષત્રિય સમાજ ભવન  પ્રમુખશ્રી ભાવેશભાઈ કાપડિય ગ્રામ પંચાયત ચીખલીના સભ્ય તથા ચીખલી તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!