AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલા એસ ટી બસ સ્ટેન્ડ માં એક કર્મચારી દ્વારા ઠંડા પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા એસ ટી બસ સ્ટેન્ડ માં એક કર્મચારી દ્વારા ઠંડા પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું

હાલમાં પ્રખર ઉનાળો ચાલી રહ્યો હોય સખત તડકાઓ પડી રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા ઊંચા તાપમાનની આગાહી કરવામાં આવી હોય એવા સમય રાજુલા એસટી ડેપોના એક કર્મચારી ભરતભાઈ વરુ દ્વારા આ ગરમી તેમજ તડકાઓમાં પ્રવાસી જનતાને ઠંડુ પાણી આપવાનો વિચાર આવતા તેમણે આજે સવારથી બપોર સુધીમાં અંદાજિત 1000 જેટલી ઠંડી બોટલો રાજુલા ના ડેપો મેનેજર ના માર્ગદર્શન મુજબ આજે પ્રવાસીઓને વિતરણ કરવામાં આવેલ તેમજ દરેક આવતી જતી બસો માં તમામ પેસેન્જરો ને પણ પાણી ની બોટલો આપવા માં આવી ત્યારે આ પાણી ની બોટલ ના વિતરણ પ્રસંગે સમગ્ર સ્ટાફ પણ હાજર રહેલો અને તેમના તમામ પ્રવાસી જનતાને આ પાણી બોટલ વિતરણ માં રાજુલા શહેરના ડેપોના સ્ટાફ દ્વારા પણ મદદ કરવામાં આવેલી ત્યારે આ બોટલ વિતરણ કરતા રાજુલા ડેપોમાં દ્વારા ભરતભાઈ વરુ ને આ સુંદર કાર્ય કરવા બદલ શુભેચ્છા પણ પાઠવવામાં આવી

Back to top button
error: Content is protected !!