ARAVALLIGUJARATMODASA

મોડાસા ડેપોની  ઇસરી તરફ આવતી બસ રસ્તાની બાજુમાં ખાબકી, મોટી દુર્ઘટના ટળી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા ડેપોની  ઇસરી તરફ આવતી બસ રસ્તાની બાજુમાં ખાબકી, મોટી દુર્ઘટના ટળી

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મોડાસા ડેપોની એક બસ અકસ્માતનો ભોગ બનતાં રસ્તાની બાજુમાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. વણીયાદ નજીક ઇસરી તરફ જતી બસનો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

મળતી માહિતી મુજબ, બસ રસ્તા પરથી ઉતરીને બાજુમાં ખાબકી ગઈ હતી. જોકે અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.વરસાદને કારણે રસ્તા પર લપસણાં જેવી સ્થિતિ સર્જાઈ હોવાની પણ ચર્ચા છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!