ઉણ હાઈસ્કુલમાં વયનિવૃત્ત સિનિયર ક્લાર્કનો સન્માન સમારોહ યોજાયો.
ઉણ હાઈસ્કુલમાં વયનિવૃત્ત સિનિયર ક્લાર્કનો સન્માન સમારોહ યોજાયો.
ઉણ હાઈસ્કુલમાં વયનિવૃત્ત સિનિયર ક્લાર્કનો સન્માન સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના પશ્ચિમ છેવાડે આવેલી ઊણ હાઈસ્કૂલમાં વય નિવૃત્ત થતા સિનિયર ક્લાર્ક નારણદાન ગઢવીનો સત્કાર સમારંભ સંસ્થાના પ્રમુખ નવીનભાઈ ભોજકના અધ્યક્ષ સ્થાને અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રમુખ મહેશભાઈ મુલાણીના મુખ્ય મહેમાન પદે ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૫ રોજ યોજાયો હતો.વૈદિક પ્રાર્થના,મંત્રોચ્ચાર તથા દીપ પ્રાગટ્ય કરી શાળાના આચાર્ય બી.કે.પટેલે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ હનુભા વાઘેલા,મંત્રી વિનુભાઈ કુરિયા, સહમંત્રી નવીનભાઈ સોની, ટ્રસ્ટીગણના સભ્ય નવીનભાઈ ઠક્કર,વિનોદભાઈ શાહ, લીંબદાનભાઈ ગઢવી,વિનય વિદ્યામંદિર રાધનપુરના આચાર્ય જે.ડી.ભરવાડ,જયરામભાઈ દેસાઈ,પાણવી આશ્રમશાળા ના સંચાલક ધીરજીભાઈ ગઢવી, વિષ્ણુદાનભાઈ ગઢવી (સી.એમ. પરીખ હાઈસ્કૂલ), ભીમજીભાઈ વાઘેલા વગેરેની પ્રેરક ઉપસ્થિતિ સંચાલક મંડળ,સમગ્ર સ્ટાફગણ, ઉપસ્થિત મહેમાનો દ્વારા વય નિવૃત થતા ગઢવીભાઈને પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂર્વ આચાર્ય,ભૂતપૂર્વ ઓ.એસ. પ્રહલાદભાઈ ઠક્કર,મેહુલભાઈ ઠક્કર,નવીનભાઈ સોની વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વાય નિવૃત્ત થતા ગઢવીભાઈએ પણ પોતાના સંસ્મરણોને વાગોળ્યા. અધ્યક્ષે પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું.સિનિયર શિક્ષક જીતુભાઈ પટેલ દ્વારા સન્માન પત્ર વાંચન કરાયું.નિવૃત્ત થતા ગઢવીભાઈએ સંસ્થાને એક લાખ રૂપિયાનું અનુદાન કરી પોતાનું ઋણ અદા કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન બી.ડી.પટેલે આભાર વિધિ ડિમ્પલબેન પટેલે કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530