મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો.
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” યોજાયો…
અમીન કોઠારી મહીસાગર
“બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ, કળા-પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ – શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર.
આજરોજ G.C.E.R.T ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- સંતરામપુર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી-લુણાવાડા અને જિલ્લા શિક્ષણ સમિતિ – લુણાવાડા દ્વારા આયોજિત “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મોટા સોનેલા ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, બાળકોમાં સંશોધન રુચિ કેળવાય તે માટે જિલ્લા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રત્યે બાળકો વધુને વધુ આકર્ષિત થઈને આ ક્ષેત્રમાં પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નરેશ મુનિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શ્રી ડૉ.અવનિબા મોરી,ડાયટ પ્રાચાર્યશ્રી કનુભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટેલ, પ્રિન્સીપાલ શ્રી સુરેશભાઈ જોષી, કેમ્પસ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ પટેલ, ડાયટ વિજ્ઞાન સલાહકાર અને કન્વીનર શ્રી એચ.કે.પટેલ, શિક્ષકશ્રીઓ અને બાળ વિજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.