GUJARATMAHISAGARSANTRAMPUR
લુણાવાડા દરકોલી તલાવ ખાતે” સ્વછતા હીઁ સેવા” અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
“સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”
લુણાવાડા દરકોલી તળાવ ખાતે “સ્વચ્છતા હી સેવા” અતંર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
અમીન કોઠારી મહીસાગર
મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.
જે અંતર્ગત લુણાવાડા નગરપાલિકા અને પી એન પંડ્યા કૉલેજ ના NSS ગ્રુપ ના ૫૦ સ્વયંસેવકો દ્વારા દરકોલી તળાવ ની આજુબાજુ વનસ્પતિજન્ય કચરાનો અને અન્ય પ્લાસ્ટીક વેસ્ટનો સેગ્રીગેશન કરી કચરાનો નિકાલ કરવામા આવ્યો તેમજ મુખ્ય માર્ગ સ્વચ્છ કરવામા આવ્યો સાથે આજુબાજુ ના રહીશોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા.