BANASKANTHAGUJARATPALANPUR
જી ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરમાં “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો
30 સપ્ટેમ્બર સુભાષ વ્યાસ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુર ના એન.એસ.એસ વિભાગ દ્વારાSHS (સ્વચ્છતા હિ સેવા) ઝુંબેશ અંતર્ગત તા. 30/09/2024 ના રોજ “સ્વચ્છતા હિ સેવા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની બહારની સાઇડ,રસ્તાઓ અને કેમ્પસમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ કેમ્પસમાં રહેલા કચરાને સાફ કરાવી સિંગલ – યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અને યોગ્ય નિકાલ કરાવ્યો હતો. ત્યાર બાદ સ્વયંસેવકોને સફાઈ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ તમારું કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ.જી.ચૌહાણ સાહેબના નેતૃત્વ હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજયભાઈ પ્રજાપતિ અને ડૉ.પ્રતીક્ષાબેન પરમારએ કર્યું હતું