અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની ખાખી પર ફરી એકવાર આંગળી ચિધાઈ, ભિલોડા પોલિસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે અરજી કરાઈ
મલેકપુર ગામના તાલુકા સદસ્ય એ મુખ્યમંત્રી થી માંડીને ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડા સુધી ગંભીર આક્ષેપ સાથે ભિલોડા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા બે પુરુષ અને એક મહિલા કર્મી સામે આક્ષેપ કર્યા છે જેમાં અરજીમાં 8 વર્ષ થી એક જ પોલીસ સ્ટેશન ખાતે રોફ જમાવી બેસનાર પોલીસ કર્મી, તેમજ એક મહીલા અને અન્ય પોલિસ કર્મી સામે અરજી થતા ચકચાર મચી છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા વહીવટ કરીને રોફ જમાંવવામાં આવતો હોવાનું પણ અરજીમાં દર્શાવાયું છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ ના કારણે અનેક લોકો ઉપર શોષણ થયું હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયા છે જિલ્લા ના તટસ્થ અધિકારી દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે ત્રણ પાનાની અરજી માં મુદ્દા સર રજુઆત કરવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસ તંત્ર તપાસમાં અગમ્ય કારણોસર વિલંબ કરતું હોવાનો પણ આક્ષેપ ઉઠ્યા છે