ARAVALLIGUJARATMODASA

અરવલ્લી – ફરીદાબાદમાં કરોડોની કથિત રોકાણ છેતરપિંડી મામલે FIR ₹ 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ, ઇસરીના વધુ એક શખ્સ સામે પણ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – ફરીદાબાદમાં કરોડોની કથિત રોકાણ છેતરપિંડી મામલે FIR ₹ 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ, ઇસરીના વધુ એક શખ્સ સામે પણ ફરિયાદ

હરિયાણાના ફરીદાબાદમાં કથિત રોકાણ છેતરપિંડી મામલે સેક્ટર-8 પોલીસ મથકે FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે “Sale and Lease Back” મોડલના નામે ડેટા સેન્ટરમાં “Fragments/Terabytes” ખરીદવાના બહાને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા લેવામાં આવ્યા હતા.FIR મુજબ, M/s Shoot Space Digital Private Limited અને તેના ડિરેક્ટરો અરુણ રાય, ઉત્પલ કુમાર રામાભાઈ પટેલ અને ધ્રુવ ચૌધરી સામે આરોપો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભૂમિ પટેલ, Cloudgy Technology Limited, તેના ડિરેક્ટર અરુણભાઈ વીરચંદભાઈ પટેલ, પંચાલ સચિન કુમાર કિરીટભાઈ અને ઉત્પલકુમાર રામાભાઈ પટેલ, તેમજ Anumuk Industries Private Limitedના ડિરેક્ટરો અનુપમ ચતુર્વેદી અને મુકુલ ચતુર્વેદીના નામ ફરિયાદમાં આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. Harry Hospitality & Leisure Limitedનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ફરિયાદ મુજબ, રોકાણકારોને એક ટેરાબાઇટ માટે આશરે ₹38,940નું રોકાણ કરાવી દર મહિને ₹1,650 જેટલું નિશ્ચિત રિટર્ન અને સાત વર્ષ સુધીની આવકનું વચન આપવામાં આવતું હતું. રોકાણ માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાવવામાં આવતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદીઓનો આરોપ છે કે શરૂઆતના તબક્કામાં રોકાણકારોને રિટર્ન ચૂકવી વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ મોટી રકમનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જોકે માર્ચ 2026થી રિટર્નની ચુકવણી બંધ થઈ ગઈ અને કંપની સાથે સંપર્ક કરવામાં મુશ્કેલી પડવા લાગી હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોકાણકારોને જે ડેટા સેન્ટર અને ભૌતિક સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે રોકાણ કરાવવામાં આવ્યું હતું, તે વાસ્તવમાં અસ્તિત્વમાં નહોતું. રકમને વિવિધ કંપનીઓ મારફતે ફેરવવામાં આવી હોવાનો તથા રોકાણકારોને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ આરોપ મૂકાયો છે.ફરિયાદીઓએ પોતાની સીધી આર્થિક નુકસાની આશરે ₹3 કરોડ હોવાનું જણાવ્યું છે, જ્યારે ફરિયાદના વર્ણનમાં સમગ્ર વ્યવહારમાં આશરે ₹ 400 કરોડ સુધીની રકમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ મામલે FIR નંબર 272, તા. 25 જુલાઈ 2026, પોલીસ સ્ટેશન સેક્ટર-8, ફરીદાબાદ ખાતે BNS 2023ની કલમ 318(4) અને 61(2) હેઠળ ગુનો નોંધાયો છે. FIR મુજબ આગળની તપાસ માટે કેસ EOW NIT ફરીદાબાદને મોકલવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!