ARAVALLIGUJARATMEGHRAJMODASA

ઈસરી – જમીન વિવાદે સગા – સંબંધીઓ આમને – સામને : મેઘરજના ઓઢા-કસાણા ગામે મારામારી, બંને પક્ષે ફરિયાદ નોંધાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ઈસરી – જમીન વિવાદે સગા – સંબંધીઓ આમને – સામને : મેઘરજના ઓઢા-કસાણા ગામે મારામારી, બંને પક્ષે ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઓઢા-કસાણા ગામે જમીનના વિવાદે સગા-સંબંધીઓ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચતા બંને પક્ષે ઇસરી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદી ધીરાભાઈ ખેમાભાઈ અસારી (ઉં. 70), રહે. ઓઢા-કસાણા,ના જણાવ્યા મુજબ 14 જુલાઈની રાત્રે આશરે 9 વાગ્યે તેમના સગા રામાભાઈ ખેમાભાઈ અસારીના ઘર આગળ કેટલાક લોકો જમીનના મુદ્દે ગાળો બોલી ઝઘડો કરવા પહોંચ્યા હતા. દરમિયાન રામાભાઈ સાથે મારામારી થતાં બુમાબુમ સાંભળી ધીરાભાઈ અને તેમની પત્ની અળખીબેન વચ્ચે પડ્યા હતા.ફરિયાદ અનુસાર, આરોપીઓએ ધીરાભાઈ અને તેમની પત્ની પર લાકડીઓ તથા ગડદા-પાટુ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.બચાવવા દોડી આવેલા અન્ય પરિવારજનો સાથે પણ મારામારી કરવામાં આવી હતી.થોડા સમય બાદ વધુ ત્રણ લોકો ઘટનાસ્થળે પહોંચી ફરી ઝઘડો કરી ગાળો બોલી હુમલો કર્યો હતો. તેમજ જમીનનો મુદ્દો ઉઠાવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા સમયે ઘરની તરફ પથ્થરમારો કર્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે મેઘરજ પોલીસે કુલ સાત આરોપીઓ સામે મારામારી, ધમકી, પથ્થરમારો અને જાહેરનામાના ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, જમીનના વિવાદને લઈને બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!