જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડ હોલ્ડિંગ સેન્ટર દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના આચાર્ય શ્રી ડો.જે.આર.વાંઝાના માર્ગદર્શન અનુસાર આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ સાબિત થયો હતો. જેમાં જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા ઉપર સુરક્ષા, ઓટીપી ફ્રોડ, બેન્ક ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, ઓનલાઈન પાર્સલ ફ્રોડ જેવા વિવિધ સાઇબર ક્રાઇમથી બચવાના અસરકારક ઉપાયો વિષે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અજાણ્યા લોકો સાથે વાત ના કરવા, વ્યક્તિગત માહિતી ઓનલાઈન શેર ન કરવા, સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, મજબૂત પાસવર્ડ બનાવવા, કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન એક્ટિવિટીની તરત જાણ કરવા માટે જણાવ્યું હતું. આ માટે ૧૯૩૦ નેશનલ સાઇબર ક્રાઇમ હેલ્પલાઈન અને નજીકના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને પોલીસ ટીમ વચ્ચે સંવાદ સત્ર પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી ડો. દીનાબેન લોઢીયા, કવચ કેન્દ્રના સંયોજક શ્રી ડો. જીગ્નેશ કાચા, શ્રી ડો. ભરત રાઠોડ, કવચ કેન્દ્ર સંયોજકના સભ્યો, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પી.એસ.આઈ. શ્રી આર.આર.બલોચ, શ્રી શિલ્પાબેન, શ્રી નિલેશભાઈ, સંસ્થાના વિવિધ કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. તેમ સંસ્થાના આચાર્ય શ્રી ડો. જે.આર.વાંઝા, બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





