વિજાપુર રામબાગ મંદિર મા આવેલ વૃદ્ધા આશ્રમ ખાતે રાષ્ટ્રીય વયોવૃદ્ધ સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રામબાગ મંદિર મા આવેલ વૃદ્ધા આશ્રમ ખાતે રાષ્ટ્રીય વયોવૃદ્ધ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે વૃદ્ધ વડીલોનો મેડિકલ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને તાલુકા આરોગ્ય ના અધિકારો ચેતન ભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી અને જનરલ હોસ્પિટલના ડોક્ટર ટીમ અને નર્સિંગ સ્ટાફ અને ફીજીયો થેરાપી વિભાગ દ્વારા રાધાકૃષ્ણ મંદિર (રામબાગ) સંસ્થાદ્રારા કાર્યરત વાન પ્રસ્થાશ્રમ માં નિવાસ કરતા વડીલો ની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.તેમનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ ની ચકાસણી કરવામાં આવી હતી. ફિઝિયો થેરાપી વિભાગ દ્વારા તેમનું શારીરિક સ્વાસ્થય જળવાઈ રહે તે સારું હળવી કસરતો શીખવાડવામાં આવી હતી તેમજ તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ..ધ્યાન તેમજ મેડિટેશન માટે સમજ આપવામાં આવી.હતી.આરોગ્યના સુપરવાઇજર મુકેશભાઈ ચૌહાણ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવા મા આવ્યું હતું આ પ્રસંગે રામબાગ સંસ્થાના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ દેસાઈ તેમજ ટ્રસ્ટના સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.