જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નાગરીકો દ્વારા ૨૬ જેટલી અરજીઓ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા અને પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા પાણી નિકાલનો અવરોધ દૂર કરવા, જમીનના દબાણો દૂર કરવા, પેશકદમી દૂર કરવી, રસ્તો પહોળો કરવા, નવો રોડ બનાવવો, રસ્તા ધોવાણ, જમીનના ક્ષેત્રફળમાં સૂધારો કરવો તેમજ રેશનકાર્ડ ને લગતા વગેરે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા,નિવાસી અધિક ક્લેકટર શ્રી બી.એસ. બારડ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





