ગોધરા ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
રજૂ થયેલ તમામ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરાયું
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*********
*પંચમહાલ, ગુરૂવાર ::* રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
જે અન્વયે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,ગોધરા ખાતે જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં ૯ અરજદારો દ્વારા મુકાયેલા તમામ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા અને નાયબ પોલીસ અધિક્ષક સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.
*********