GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના મરોલી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇના વરદ હસ્તે ઔષધ વાટિકાનું લોકાર્પણ કરાયું*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૬: જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અને આયુર્વેદના પ્રચાર પ્રસાર તેમજ લોક કલ્યાણ માટે મરોલી ગામ ખાતે ઔષધીય વાટિકાનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અનિતાબેન હળપતિ, સરપંચશ્રી ધર્મેશભાઇ પટેલ, મરોલી ગામ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. કાજલ મઢીકર, ગામના અગ્રણીશ્રીઓ ધનંજયભાઇ ભટ્ટ, ભાણાભાઇ પટેલ, ભરતભાઇ મહેતા, મુકુંદભાઇ મહેતા,પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કિરણબેન શાહ તથા આયુષ ટીમ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!