GUJARATTHARADVAV-THARAD

ભોરડુ બસ સ્ટેશન પર દારૂડિયો બેભાન હાલતમાં પડ્યો; બસ સ્ટેશન પાસે જ માધ્યમિક શાળા હોવાથી વાલીઓમાં ચિંતા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ અને રાહ વચ્ચે આવેલા ભોરડુ ગામના બસ સ્ટેશન પર એક વ્યક્તિ દારૂના નશામાં બેભાન હાલતમાં પડેલો જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળ્યો હતો. બસ સ્ટેશન પરથી પસાર થતા મુસાફરો તેમજ ગ્રામજનોએ આ દૃશ્ય જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.ખાસ ચિંતાની બાબત એ છે કે ભોરડુ બસ સ્ટેશનની આજુબાજુ માધ્યમિક શાળા આવેલી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને દરરોજ બસ સ્ટેશન પરથી અવરજવર કરવી પડે છે. જો જાહેર સ્થળે દારૂડિયાઓ ખુલ્લેઆમ નશાની હાલતમાં જોવા મળે તો તેનો વિદ્યાર્થીઓના મન પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે અને તેમના સુરક્ષા સંબંધિત પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે.
સ્થાનિકોમાં એવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે બસ સ્ટેશન આસપાસ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોઈ શકે છે.
ગ્રામજનોએ પોલીસ અને રાજ્યના સંબંધિત વિભાગને સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી, જો ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે શાળા અને બસ સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાય અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

Back to top button
error: Content is protected !!