આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો
27 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે જુના શિક્ષક તરીકે પોતાના વતનમાં ઉ.મા.વિ.માં મ.શિ. તરીકે નિમણૂક પામેલ પ્રવીણભાઈ પારગી તથા પૂર્વ પ્રાથમિક વિભાગના વયનિવૃત્ત થયેલ આચાર્ય શ્રીમતી શાન્તાબેન ચૌધરી, શિક્ષિકા શ્રીમતી મંજુલાબેન મોદી અને શ્રીમતી પ્રવિણાબેન સોનીનો વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી, કારોબારી સદસ્યશ્રી નારણભાઈ ચૌધરી, પૂર્વ પ્રિન્સિપાલ હરિભાઈ ચૌધરી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાગીત કરવામાં આવી હતી. આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી બદલી પામેલ શિક્ષક તથા વયનિવૃત થયેલ શિક્ષિકાઓએ શિક્ષણ થકી બાળકોના જીવન ઘડતર માટે કરેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા. ત્યારબાદ સન્માન પત્રોનું વાંચન કરી કર્મચારીઓને કેળવણી મંડળ અને શાળા પરિવાર દ્વારા સન્માન પત્ર એનાયત કરી તથા શ્રીફળ, સાકર, સાલ તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા.
પ્રાસંગિક પ્રવચનમાં મહાનુભાવોએ આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે શિક્ષણના વ્યવસાયમાં જોડાઈ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચત્તમ શિખરો સર કરે તે માટે કર્મચારીઓ દ્વારા થયેલા અથાગ પ્રયત્નોને બિરદાવી આદર્શના નામને સાર્થક કરતા શાળાના ઉત્કૃષ્ટ શિક્ષક બની રહો તેમજ શેષ જીવન સુખમય, દીર્ઘાયુ અને નીરોગી બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે કર્મચારીઓના સગા સંબંધીઓ અને સ્નેહીજનોએ પણ સાલ તથા મોમેન્ટો આપી કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. આદર્શ શૈક્ષણિક સંકુલની વિકાસયાત્રાને વેગવંતી બનાવવા માટે શ્રી પ્રવીણભાઈ પારગીએ કેળવણી મંડળને માતબર રકમ રૂ.51,000 નું દાન આપ્યું હતું અને વયનિવૃત્ત થતા અન્ય કર્મચારીઓએ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપી પોતાની ઉદારતા દાખવી હતી. જે બદલ કેળવણી મંડળે દાન આપી શાળાના વિકાસમાં સહભાગી બનવા બદલ બદલી પામેલ કર્મચારી તથા વયનિવૃત્ત થયેલ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. અંતમાં સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડયા હતા.