ઝઘડિયા ની બ્રાન્ચ પ્રાથમિક મિશ્ર શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો.
વિદાય સમારંભના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરતા તેમને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું
ઝઘડિયા ટાઉનની બ્રાન્ચ પ્રાથમિક મિશ્ર શાળાના શિક્ષક હિતેશભાઈ એચ પટેલ નો વય નિવૃત્તિ થતા વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શાળાના આચાર્ય સારિકાબેન જોષી દ્વારા શાળા પરિવાર તરફથી સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત શિક્ષક હિતેશભાઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાની ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ દરમિયાન વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને ઉપસ્થિત સૌનો ઉત્સાહ વધાર્યો હતો, શાળાના રિંકલબેન અંકિતાબેન દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તે માટે વૈભવી ઉર્વશી જય અને તેજલ ને પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું, નિવૃત્તતા શિક્ષક હિતેશભાઈ પટેલ દ્વારા શાળા પરિવારનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઈરફાનખત્રી
રાજપારડી