BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને વહેલી તકે સાયકલો મળે એ માટે સરકાર પ્રયત્નશીલ

સાયકલનો હવાલો હાલમાં એજન્સી પાસે છે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલો હસ્તગત કરવામાં આવી નથી:- નાયબ નિયામકશ્રી મનીષભાઈ સોલંકી

 (માહિતી બ્યુરો,પાલનપુર)

બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવતી સાયકલ સહાય બાબતે મીડિયામાં પ્રકાશિત અહેવાલ અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પાલનપુરના નાયબ નિયામકશ્રી મનીષભાઈ સોલંકીએ રદિયો આપ્યો છે.

તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલ હાલમાં એજન્સી હસ્તક છે. રાજ્ય સરકારની સૂચના અન્વયે સામાજિક કલ્યાણ વિભાગ, પાલનપુર દ્વારા સાયકલની ડિલિવરી સ્વીકારવામાં આવી નથી. રાજ્ય સરકારના ગ્રીમકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવેલ છે. સાયકલ વિતરણ માટે એજન્સીને કામ સોંપવામાં આવેલ છે. આ એજન્સી દ્વારા એસેમ્બલિંગ  કરી સાયકલો જે તે જિલ્લામાં સોંપણી કરવામાં આવે છે. હાલમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ નથી. જેનો હવાલો એજન્સી પાસે છે. કન્યાઓને વહેલી તકે સાયકલો મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે અને આ બાબતે સરકાર હકારાત્મક છે.

Back to top button
error: Content is protected !!