BANASKANTHAGUJARATPALANPUR
સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો
4 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે પાલનપુર નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન”અંતર્ગત સ્વચ્છતા અંગે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં આવેલ ટીમ દ્વારા નાટક ભજવીને ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે માહિતી આપી તથા આપણે આપણા ઘરમાં અને આપણી સોસાયટી કે મોહલ્લામાં કેવી રીતે સ્વચ્છતા જાળવવી જોઈએ તે નાટક દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું.આ કાર્યક્રમને અંતે ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવી. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ પાલનપુર નગરપાલિકાનો આ કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો હતો