ARAVALLIBHILODAGUJARATMODASA

અરવલ્લી: રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં દાગીના લૂંટતી ગેંગ સક્રિય,ભિલોડામાં મહિલાના ગળામાંથી સોનાની ચેન તફડાવી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં દાગીના લૂંટતી ગેંગ સક્રિય,ભિલોડામાં મહિલાના ગળામાંથી સોનાની ચેન તફડાવી

રિક્ષા ગેંગ દાગીના પહેરેલા હોય તેવી સિનિયર સિટીઝન મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી કરામત કરતી હોય છે

*રિક્ષા ગેંગમાં રિક્ષા ચાલક સાથે બે મહિલાઓ હોવાથી મહિલાઓ વિશ્વાસ કરી રિક્ષામાં મુસાફરી કરવા જતા લૂંટનો ભોગ બને છે*

જો તમે રિક્ષામાં મુસાફરી સુરક્ષિત સમજતા હોય તો એ તમારી મોટી ભૂલ છે રાજ્યના મોટા શહેરોમાં રિક્ષામાં મુસાફરોના વેશમાં ફરી પેસેન્જર મહિલાઓને લૂંટતી અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા પંથકમાં રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જર મહિલાઓને લૂંટતી ગેંગ સક્રિય થતા ભિલોડા સહિત સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે ભિલોડાના નિવૃત્ત શિક્ષિકાને રિક્ષામાં બેસાડી દોઢ તોલાની સોનાની તુલસીની મગમાળાની તફડંચી કરી ફરાર થઈ જતા મહિલાના માથે આભ તૂટી પડ્યું હતું

ભિલોડામાં રહેતા નિવૃત્ત શિક્ષિકા જશોદાબેન નારાયણભાઈ પટેલ કામકાજ હોવાથી રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મુસાફરના સ્વાંગમાં રહેલી દાગીના લૂંટતી ગેંગની નજર પડતા રિક્ષા તેમની પાસે પહોંચી હતી નિવૃત્ત શિક્ષિકા રિક્ષામાં બે મહિલાઓ મુસાફર તરીકે બેઠક હોવાથી વિશ્વાસ આવતા રિક્ષામાં બેઠા હતા રિક્ષા ધોલવાણી ત્રણ રસ્તા નજીક પહોંચે તે દરમિયાન નિવૃત્ત શિક્ષિકાએ ગળામાં પહેરેલ બે લાખ રૂપિયાની સોનાની તુલસીની મગમાળાની તફડંચી કરી લીધી હતી રિક્ષા ગેંગ મહિલાને ઉતારી ફરાર થઈ ગઈ હતી નિવૃત્ત શિક્ષકાના ગળામાં પહેરેલ સોનાની મગમાળા ગાયબ થઈ જતા ચોંકી ઉઠ્યા હતા લૂંટનો ભોગ બનેલ મહિલાએ ભિલોડા પોલીસનો સંપર્ક કરવા તજવીજ હાથધરી હતી

ભિલોડા પંથકમાં ચેઇન સ્નેચરના ત્રાસ વચ્ચે રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં રહેલી દાગીના લૂંટતી ગેંગ સક્રિય થતા ભિલોડા સહિત સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે મહિલાઓ દાગીના પહેરી ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહી છે ભિલોડા પોલીસે રિક્ષામાં મુસાફરોના દાગીનાની લૂંટ કરતી ગેંગને તાત્કાલિક ઝડપી પાડવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

Back to top button
error: Content is protected !!