સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખના જન્મદિવસે ભવ્ય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો
માનવ સેવા એ જ પ્રભુ સેવા'નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

તા.31/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
માનવ સેવા એ જ પ્રભુ સેવા’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાના દર્શન કરાવતો એક અનોખો સેવાકીય કાર્યક્રમ આજે યોજાઈ ગયો હતો જેમાં સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેર ભાજપ અને પાર્ટીના વિવિધ મોરચાઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે એક ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક સિંધી સમાજની વાડી ખાતે યોજાયેલા આ સેવાયજ્ઞે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું કોઈપણ રાજકીય કે સામાજિક આગેવાનનો જન્મદિવસ સામાન્ય રીતે હારતોરા અને મોટી ઉજવણીઓ સાથે મનાવવામાં આવતો હોય છે પરંતુ સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલે પોતાના જન્મ દિવસને સમાજ ઉપયોગી કાર્યમાં રૂપાંતરિત કરી એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ, વિશેષ કરીને યુવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો આ માનવલક્ષી કાર્યક્રમમાં પ્રોત્સાહન આપવા માટે અનેક વરિષ્ઠ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા, મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન, જુનાગઢના પ્રભારી જીજ્ઞાબેન, આણંદના પ્રભારી વર્ષાબેન તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આગેવાનોએ રક્ત દાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આયોજકોની કામગીરીને બિરદાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર રક્તદાન શિબિરની શરૂઆતથી જ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અત્યાર સુધીમાં 175 થી વધુ લોકોએ રક્તદાન કરી દીધું છ મેડિકલ ઇમરજન્સી અને થેલેસેમિયા જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે એકત્રિત થયેલું આ રક્ત આશીર્વાદરૂપ સાબિત થશે જન્મદિવસ નિમિત્તે આવા સામાજિક કાર્યો થવા જોઈએ જેથી સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા મળે સુરેન્દ્રનગરની જનતા અને કાર્યકરોએ જે રીતે આ કેમ્પને જબ્બર પ્રતિસાદ આપ્યો છે તે સમગ્ર ઝાલાવાડ પંથક માટે એક ગૌરવની બાબત છે આવા આયોજનો થકી સમાજમાં એક સકારાત્મક સંદેશો પહોંચી રહ્યો છે.





