DAHODGUJARAT

દાહોદ ના રામાનંદ પાકૅ  ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ નુ આયોજન

તા.૨૭.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના રામાનંદ પાકૅ  ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ નુ આયોજન

સમગ્ર વિવિધ તૈયારીઓ ને અપાયેલ આખરી ઓપ દાહોદ શહેરના રામાનંદ પાકૅ ખાતે અવારનવાર સામાજિક. ધાર્મિક. અને રાષ્ટ્રીય પવૅ ની ઉજવણી આનંદ અને ઉલ્લાસ ભયૉ વાતાવરણ મા રંગેચંગે કરવામાં આવે છે ચાલુ વષૅ માતાજી ના આરાધના ના પવૅ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવા દાહોદ તથા આજુબાજુ ની ઉત્સવ પ્રિય પ્રજા મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છેદાહોદ શહેરના રામાનંદ પાકૅ મા મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી જગદીશદાસજી મહારાજ ના આશીર્વાદ અને માગૅદશૅન હેઠળ મોટી સંખ્યામાં લોકો ગરબા નો આનંદ માણી શકે તે માટે વિશાળ ગ્રાઉન્ડ નયનરમ્ય લાઈટની વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવ્યું છે સાથે સાથે લોકોની સુરક્ષા માટે ની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે નાના બાળકો. અબાલ વૃધ્ધો. સીનીયર સીટીઝન. મહિલા ઓ માટે પણ કોઈ ને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેનુ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છેશોખીન પ્રજા માટે ખાણીપીણી ના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.તેમજ ગરબા મા આવતી પ્રજા માટે પારકીગ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!