GUJARATKUTCHNAKHATRANA

એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ અને નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

વિવિધ વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ અને SPCના કેડેટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર.સમગ્ર ગામ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા, તા – ૧૩ ઓગસ્ટ : ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ અને નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત સમગ્ર ગામ અને ગ્રામજનોને જોડતી શિસ્તબદ્ધ યાત્રા દરમિયાન રાષ્ટ્રવાદી નારાઓથી નિરોણાની ગલીઓ ગુંજી ઉઠી હતી.યાત્રામાં ભારતમાતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, વીર ભગતસિંહ સહિત વિવિધ રાષ્ટ્રીય મહાપુરુષો અને પાત્રોની વેશભૂષામાં સજ્જ આશરે ૩૦ વિદ્યાર્થીઓ અને ખાખી વર્દીમાં સજ્જ SPC કેડેટ્સ ગ્રામજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.યાત્રામાં પદ્મશ્રી ગફુરભાઈ, સરપંચ એન.ટી. આહિર, પી.એસ.આઈ કે.એચ. આહિર તથા પોલીસ સ્ટાફ, બાબુભાઈ માતંગ, શાળાના એસ.પી.સી. અને એન.એસ.એસ. કેડેટ્સ, વિદ્યાર્થીઓ, સહિત અગ્રણીઓ, વડીલો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી અને પી.એસ.આઈ શ્રી કે.એચ. આહિરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી યાત્રામાં CPO અલ્પેશભાઈ જાની અને NSS ઓફિસર રમેશભાઈ ડાભી, કિશનભાઈ પટેલ અને B.ed તાલીમાર્થી દીપભાઈ ચૌધરીએ સેવાઓ આપી હતી. વેશભૂષા વ્યવસ્થામાં ભૂમિબેન વોરા, આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી, અલ્પાબેન બુચીયા અને ક્રિષ્નાબેન ગોરેએ યોગદાન આપ્યું હતું.આ રાષ્ટ્રવાદી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો તેમજ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!